અમદાવાદઃ સમગ્ર રાજ્યમા ફરી એકવાર મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી થઇ છે, સૌરાષ્ટ્ર બાદ આ વખતે મેઘરાજા દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર તુડી પડ્યા છે. રાજ્યમાં છેલ્લા એક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે
છોટાઉદેપુરમાં ધોધમાંર 6 ઇંચ વરસાદ પડવાની સાથે સમગ્ર જિલ્લા અને દાહોદ જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આની સાથે સાથે સંખેડા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યાં ગયાના અહેવાલ છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો ખંભાત અને તારાપુરમાં 4.5 અને આણંદમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. વડોદરામાં પણ 2 ઇંચ વરસાદ પડતાં પાણી ભરાઈ ગયાં હતાં.



ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
ઉત્તર ગુજરાત આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અહીં 3 ઇંચ સુધીનો વરસાદ હતો. હિંમતનગરમાં 3 ઇંચ વરસાદ પડતાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયાં હતાં.