છેલ્લા બે દિવસથી દીવમા ભારે વરસાદ પડી રહ્યો છે, આજે વહેલી સવારથી જ દીવમા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે દીવના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
દીવની નામચીન એવી ફોરેન કાપડ બજાર કેનાલ બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ફોરેન માર્કેટમાં પાણી ફરી વળ્યા હતા. દીવમા વરસાદી માહોલ જામતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે.
દીવના દરિયામાં ન્હાવા પર હાલ પ્રતિબંધ છે. દીવના લોકો વરસાદમાં ન્હાવાની મજા માણી રહ્યા છે. ઘોઘલાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહયા છે. ભારે પવનના કારણે 15 જેટલી નાની મોટી પીલાણીઓ દરિયામાં તણાઈ જવાથી માછીમારોને ભારે નુક્શાન થયું છે.