દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું હતું. એક કલાકમાં જ અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મોટા આસોટા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ જે દ્રશ્યો જોવા મળ્યાં તે જોતાં એવું લાગે છે કે આ ગામમાં જાણે આભ ફાટ્યું હોય.
ગામમાં ક્યારે પણ પાણી આવતું નથી પણ એક કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે ગામના બજારોમાં નદી વહેતી થઈ હતી. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં તણાઈ ગયા હતા જ્યારે બજારમાં રાખેલા વાહનો પણ તણાતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ભેંસો, બાઈકો, મોટરકાર સહિતની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી હતી.
પાણીના પ્રવાહના કારણે આહીર સમાજવાળીની દિવાલ ધરાશાયી થઈ હતી. ભારે વરસાદના કારણે ગામમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતાં. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ધોધમાર વરસાદ ખાબક્યો હોય.