આજે હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, આણંદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આગામી બે દિવસ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉનાના ખાપટ ગામે એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ગીરસોમનાથ વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અરવલ્લીમાં પણ ઘણી જગ્યાએ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું.

આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં અમરેલીના બાબરા અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જ્યારે ભાવનગર સીટી અને ગારિયાધારમાં ભરબપોરે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે ઠંકડ પ્રસરી ગઈ હતી.
gujarat monsoon, Gujarat rain, Gujarat Weather Forecast, Heavy rain in Gujarat, heavy rainfall, Heavy Rainfall in Ahmedabad, Heavy Rainfall started will be Gujarat, Hevy Rain, IMD, IMD Gujarat, IMD issues heavy rainfall, Monsoon 2019, Monsoon Gujarat, Rain forcast, Rain In Gujarat, Weather Forecast Today
આ ઉપરાંત બપોરે આણંદ, વડોદરા અને પંચમહાલમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ઉપરાંત ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી.

21 અને 22 સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર વરસાદ સિસ્ટમ સર્જાતાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.