હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જો કે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ 135 ટકા જેટલો વરસાદ નોધાયો છે.