સમીના તાલુકાના એક ગામની 39 વર્ષીય મહિલાને આઠ મહિના અગાઉ ગુપ્ત ભાગે ખંજવાળ આવતી હોઈ દવાખાને સારવાર માટે આવી હતી. તે સમયે ડો. મહેન્દ્ર મોદીએ મહિલાને ટેબલ પર સુવડાવી તેના કપડાં ઉપર કરી ગુપ્ત ભાગે તપાસ કરી હતી ત્યાર બાદ ડોક્ટરે મહિલાનું પડખું પોતાની તરફ ફેરવી દીધું હતું અને કહ્યું હતું કે, તારો વીડિયો ઉતાર્યો છે જેથી તારે હું કહું તેમ કરવું પડશે.
મહિલા મજબૂરીથી કંઈ નહીં બોલતાં મહેન્દ્રએ મહિલાને મુખમૈથુન કરાવ્યું હતું અને ત્યાર બાદ અવાર-નવાર મહિલાને દવા લેવાના બહાને દવાખાને બોલાવી મુખમૈથુન કરાવી ગુનો આચર્યો હતો. આ અંગે સમી પોલીસ મથકે મહિલાએ મહેન્દ્ર મોદી સામે ફરિયાદ નોંધાવી છે.