છોટા ઉદેપુર જિલ્લામાં હાલ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી સંખેડાની ઉચ્છ નદી બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુરના માનપુર, ગુંડેર, ઝાંપા ગામમાં વરસાદી પાણી ભરાઈ ઘુસી ગયા છે.

ભારેથી અતિભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારે વરસાદથી શાળાએ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છોટા ઉદેપુરની સંખેડાની ઉચ્છ નદીમાં પાણી આવતાં સિંચાઈમાં લાભ થશે.

વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડતા ઉચ્છ નદી બે કાંઠે વહેત થઈ હતી. ઉચ્છ નદીમાં પાણી આવતાં માનપુર, ગુંડેર તેમજ ઝાંપા ગામના વિદ્યાર્થીઓને સંખેડા શાળાએ આવવાની મુશ્કેલી સર્જાઈ હતી. નદીમાં પાણી આવતાં ખેતીની સિંચાઈને લાભ થશે તેમજ કિનારાના ગામોના વોટરવર્કસ રિચાર્જ થશે.

છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. અલિખેરવાની રામનગર સોસાયટીમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા. દાહોદના ઝાલોદ, લીમખેડા, સંજેલી, ફતેપુરામાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગરબાડા, ધાનપુર, દેવગઢ બારીયામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઇ હતી.