સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, જુનાગઢ, નવસારી સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38.26 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે અતિભારે ભારે વરસાદની આગાહી કરી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 08:11 AM (IST)
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
- - - - - - - - - Advertisement - - - - - - - - -