ગાંધીનગર: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અરબ સાગરમાં વરસાદ માટે અનુકુળ સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.


સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિઝનનો 37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના સોલા, ઝાયડસ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા, એસજી હાઈવે, વૈષણોવદેવી, સાયંસ સીટી, બોપલમાં વરસાદ પડ્યો હતો. નિકોલ, ઓઢવ, નરોડા, રખિયાલ, ઘોડાસર સહિતના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.