Rain Update:ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક અને અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે જળ પ્રલણ જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલા ગામડામાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે.
ચોમાસાની શરૂઆતથી જ ગીર સોમનાથ, ભાવનગર અને અમેરેલી જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત અનરાધાર વરસાદના કારણે ભાવનગરનું ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે. કાળુભાર અને રંધોળી નદીના પાણી ફરી વળતા ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે. નદીઓના પાણી ફરી વળતા 500થી વધુ ગ્રામજનોને હાલાકી ભોગવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં સિહોર અને ઉમરાળા તાલુકામાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સિહોર તાલુકામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા, નદીમાં નવા નીરની આવક થતાં નદીઓ ઓવરફ્લો થઇ હતી. તો મેન બજારમાં નદીની માફક પાણી વહેવાના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સ્થાનિક નદીમાં નાળાઓમાં ચારેકોર વરસાદના પાણી રોડ પરથી વહેતા થયા હતા.જ્યારે ઉમરાળા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરના કચોટીયા. સાર. કાજાવદર. જાંબાળા. બોરડી. ટાણા. રબારીકા. દેવગણા. ભડલી. કનડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો.
ભાવનગરના ખરકડી, ખાટડી, વાળુંકડ, ખોખરા, શામપરા, જુના પાદર સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઘોઘા તાલુકાના નીચાણ વાળા વાળુકડ ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. સાથેજ વાળુંકડ થી ખરકડી જવા પરના રસ્તા પર ઠેર ઠેર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે, જેથી વાહનચાલકો પરેશાન થાય છે.
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હિમાચલમાં મૃત્યુઆંક 31 અને ઉત્તર ભારતમાં 20 પર પહોંચી ગયો છે. દરમિયાન, બચાવ કામગીરી પણ ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનના સમાચાર છે ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.