સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા, ગવરીદડ ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જિલ્લાના લોધિકા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા તલ, મગ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.


તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો જિલ્લાના ધારી અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા કેસર કેરી સહિત મગ અને તલના પાકને નુકસાન થવાની ભીતિ છે.


વરસાદની વચ્ચે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તૌકતે વાવાઝોડુ આજે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે અને આગામી 24 કલાકમાં વધુ ગતિ પકડશે. આગામી 18 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


વાવાઝોડાની આગાહીને પગેલી દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત ફરવાની વહીવટી પ્રશાસને સૂચના આપી દીધી છે. હવામાન વિભાગ અનુસાર લક્ષ્યદ્વીપ પર સર્જાયેલ ડિપ્રેશન છેલ્લા છ કલાકથી 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી શુક્રવારે બપોરે અઢી વાગ્યા ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે.


18 મે સવાર સુધીામં તે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ગુજરાતના દરિયા કિનારે પહોંચી શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો શરૂ થઈ ગયો છે. 17 મેથી 19 મે દરમિયા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે.


તૌકતે વાવાઝોડાથી ગુજરાતના 14 જિલ્લાને અસર થઈ શકે છે. જેને પગલે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની જાન અને માલહાની ન થાય કે નુકસાન ન થાય તે માટે વહીવટી પ્રશાસન સજ્જ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે તૌકતે વાવાઝોડાને પગલે વહીવટી પ્રશાસનને સજ્જ રહેવાના આદેશ કરવામાં આવ્યા છે.


દરિયાકાંઠાના વિસ્તારના લોકોને જરૂરીયાત સમયે સ્થળાંતર કરવા અને કોવિડ પ્રોટોકોલ સાથએ સલામત સ્થળે લઈ જવા અને આશ્રય સ્થાનો પરની સુવિધા, વીજળી, પાણી, સલામતી સહિતની તમામ પ્રાથમિકતા નિશ્ચિત કરવા મુખ્ય સચિવ અનિલ મુકિમની અધ્યતામાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા સહિતા સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર, સહિતના ઉચ્ચ અધઇકારઓ વચ્ચે બેઠક યોજને તૈયારીની સમીક્ષા કરાઈ હતી.