અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ  સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.

Continues below advertisement

બંગાળની સિસ્ટમ જે સર્જાઇ હતી જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો, આ સિસ્ટમ હવે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  હવામાન વિભાગે પણ તેની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયા બની હતી બાદ વેલ માર્ક લો પ્રેશેર એરિયામાં ફેરવાઇ બાદ ડિપ્રેશન બને અને હવે તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે.

ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના

Continues below advertisement

અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.  અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવી શકે છે.

અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ થઇ છે.  અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ સિસ્ટમના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા

આ સિસ્ટમ આવનાર 12 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આ સિસ્ટમ હાલ ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં છે. બાદ તે સાયક્લોનિક સ્ટ્રોર્મ બને બાદ તે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બને છે. આ સિસ્ટમ 12 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આગામી 24 કલાક બાદ આ સિસ્ટમ વધુ મજબૂત બનતાં ગંભીર ચક્રવાતમાં ફેરવાઇ જશે. જો કે આ સિસ્ટમના હાલના ટ્રેકને જોતા અંદાજ લગાવી શકાય કે વાવાઝોડાનો ગુજરાતને કોઇ ખતરો નથી. જો કે આ  સિસ્ટમના કારણે હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગાઢ વાદળો છવાયેલા છે અને ક્યાંક કોઇ વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યાં છે.