ગાંધીનગર: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતા દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 તારીખ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 5 થી 7 જૂલાઇ સુધી માછિમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને માંગરોળ ધેડ પંથકમાં તો ભારે વરસાદના કારણે ખતરો બેટમાં ફેરવાયા છે.
અંબાલાલ પટેલે શું કરી આગાહી
આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 7થી 12 જૂલાઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.
છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા,નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત, દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
આસામ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ વરસાદ ચાલુ રહેશે. રાજધાની દિલ્હીમાં સોમવાર, 3 જુલાઈએ વીજળી સાથે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હરિયાણાના નાર્નાઉ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે. સાયક્લોનિક સરક્યુલેશન તેમજ લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદે જૂનાગઢ, જામનગર અને નવસારી તેમજ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હવે સાબરકાંઠા ત્રણ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 4થી જુલાઈએ વરસાદની સંભવાન નથી જ્યારે પાંચમી જુલાઈએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
https://t.me/abpasmitaofficial