અમદાવાદ: સરકારે ગુજરાતમાં હેલ્મેટ પહેરમાંથી મુક્તિ આપતી જાહેરાત કરી હતી. સરકારે ગત ચાર ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાંમ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત છે. જોકે સરકારની આ જાહેરાતને ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢી છે જેના કારણે આજથી ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત થયું છે.

સરકારે હેલ્મેટ મુદ્દે યૂ-ટર્ન લીધો હતો અને કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યુ હતું કે, સરકારે હેલ્મેટ પહેરવાનો મરજીયાત કાયદો બહાર પાડ્યો જ નથી કે તેના વિશે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી. ઉલ્ટાનું સરકારે એવું કહ્યું હતું કે, ગુજરાતમાં પિલિયન રાઈડરને એટલે કે પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.

ગુજરાતમાં હેલ્મેટ મરજીયાત કરવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સેન્ટ્રલ મોટર વ્હીક્લ એક્ટની કલમ 129 જોગવાઈ મુજબ દરેક રાજ્યમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. કેન્દ્ર સરકારના ફરજીયાત હેલ્મેટના કાયદામાં ગુજરાત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વગર સુધારો કરી દીધો તે ગેરબંધારણીય નિર્ણય છે.

જે મામલે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હેલ્મેટ મામલે ગુજરાત સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. હેલ્મેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં.