ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે. અત્યાર સુધીમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. તલાલમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે. અત્યાર સુધીમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. તલાલમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો છે.
ભારે વરસાદને પગલે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઠીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં. ભરાયેલા પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. આટલાં પાણીમાં પણ સોમનાથનાં લોકોએ મોટાભાગની દુકાનો રાબેતા પ્રમાણે ચાલુ રાખી છે.
કોડિનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે સુત્રાપાડામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ આજે સવારે ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.