મહેસાણા:હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. મહેસાણાના પાલાવાસણા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર ચાલતા રાહદારી યુવાનને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતાં યુવાનનું  મોત થયું હતું. વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. 24 વર્ષિય અલ્પેશ ઠાકોરના અકસ્માતે નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.


Accident:રાજકોટ 150 ફૂટ રીંગ રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના, આશાસ્પદ યુવકનું મોત


Accident:રાજકોટ રામાપીર ચોકડીનો પુલ પાસે  વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું.


રાજકોટ રીંગરોડ પર અવારનવાર હિટ એન્ડ રનની ઘટના બને છે. અહીં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટના રામાપીર ચોકડી બ્રિજ ઉતરતા પૂરપાટ ઝડપે આવતી મર્સિડિઝ  કારે રાહદારી યુવકને અડફેટે લીધો હતો. કારની સ્પીડ એટલી જોરદાર હતી કે, યુવક  હવામાં ઉછળ્યો હતો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું.  અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. કારમાં યુવતી પણ સવાર હોવાની માહિતી સામે આવી છે. ઘટના સ્થળેથી  બંને રાતોરાત ભાગી ગયા હતા.મળતી માહિતી મુજબ કારનો ઇન્સ્યોરન્સ 7 ઓગસ્ટ 2022 ના રોજ પુરો થઇ ગયો છે. રાજકોટના બિલ્ડરની કાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આરટીઓની વેબસાઈટ પર કાર વિરેન જસાણીના નામે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Botad:બોટાદમાં તળાવમાં ડૂબી જતા 5 યુવાનોના મોતથી અરેરાટી


બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતા પાંચ યુવાનોના  મોત થયા છે.  નાહવા પડેલા યુવાનોના ડૂબી જવાથી  કરુણ મોત થયા છે. નાહવા પડેલા યુવાનોને બચાવવા ગયેલ ત્રણ યુવાનોના પણ ડૂબી જતાં મોત થયા હતા.  તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી છે.  બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી સહીતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.