દીવ: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ જ્યાં 90 ટકા હોટલો એડવાન્સ બુકિંગના કારણે અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે.  કોરોના સંક્રમણના કારણે છેલ્લા ઘણા સમયથી પ્રવાસન સ્થળ પરના વેપાર ધંધા ભાંગી પડ્યા હતા પરંતુ હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા લોકો પ્રવાસન સ્થળ તરફ વળ્યા છે. 


દિવમાં અત્યારથી જ 90 ટકા હોટલમાં એડવાંસ બુકિંગ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. આ અંગે હોટેલ એસોસિએશનના  પ્રમુખ યતીનભાઈએ કહ્યુ કે આ પ્રકારની રોનક બે વર્ષ બાદ જોવા મળી રહી છે. 


સુરતમાં દિવાળીએ બહારથી આવનારાઓને RTPCR કરાવવો પડશે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ દિવાળીમાં શહેર બહારથી આવનારાને  RTPCR કરી લેવાની અપીલ કરી છે. સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળીમાં વતન જશે. તેથી સાવચેતીના ભાગ રૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે. 


દિવાળીના તહેવારો દરમ્યાન બહારગામથી પણ પ્રવાસીઓ રાજકોટમાં આવતા હોય છે ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ ખાતે આરોગ્ય શાખાની ટીમો મારફત આગંતુક પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં જો કોઈ પ્રવાસીનું સ્વાસ્થ્ય શંકાસ્પદ જણાશે તો તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. 


કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.