Biparjoy Cyclone Updates: બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તે નક્કી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સર્પાકાર આકારે ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.  બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.  6 જૂનથી અત્યાર સુધીમાં વાવાઝોડું 11 વાર રૂટ બદલી ચૂક્યું છે. વાવાઝોડું ક્યારેક ગુજરાતથી દુર, તો ક્યારેક નજીક આવી રહ્યું છે.  


દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન કરી જાહેર


વાવાઝોડું દ્વારકાથી 390, તો નલિયાથી 480 કિ.મી દુર છે. જ્યારે મુંબઈથી 530 કિ.મી દુર છે. દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન કરી છે. દરિયાકાંઠે તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃતિ બંધ કરવાની કેન્દ્ર સરકારની સૂચના છે. વાવાઝોડું વિનાશ નોતરશે તેનો પણ કેન્દ્રની ગાઈડલાઈનમાં ઉલ્લેખ છે. વાવાઝોડાથી વીજળી, વૃક્ષો, કાચા મકાનોને નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની આશંકા


વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની આશંકા છે. વાવાઝોડાના કારણે પાંચ જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં પવન સાથે ભારે વરસાદની આગાહી છે. 15 જૂને જામનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટમાં પડશે અતિભારે વરસાદ.




ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ


વાવાઝોડાની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.


બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ‘શાળા પ્રવેશોત્સવ’ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂનના રોજ યોજાશે.


ભારતમાં 1 થી 11 સુધીની વ્યાપક સિગ્નલિંગ સિસ્ટમ છે, જે તમામ બંદરો પર સંભવિત ચક્રવાતી તોફાન અંગે અગાઉથી જહાજોને ચેતવણી આપે છે. ભારતીય હવામાન વિભાગ સામાન્ય રીતે બંદરોને દિવસમાં ચાર વખત અને ચક્રવાતી વાવાઝોડાના કિસ્સામાં દર ત્રણ કલાકે એકવાર સૂચનાઓ મોકલે છે.


સિગ્નલ 1:


તે દરિયાથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારને લાગુ પડે છે જ્યાં સપાટી પરનો પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે. આ સિગ્નલનો અર્થ એ છે કે, બંદરને અસર થશે નહીં, પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે.


સિગ્નલ 2:


સમુદ્રથી દૂર 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ડિપ્રેશન રચાય છે. આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવાસૂચન કરે છે.


સિગ્નલ 3:


3 નંબર દર્શાવે છે કે,40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે.


સિગ્નલ 4:


દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સંકેત દર્શાવે છે કે, બંદર પર ઉભેલા જહાજો પર ખતરો છે. પોર્ટ પર ખરાબ હવામાન માટે સિગ્નલ 3 અને 4નો ઉપયોગ કરવામાં આવે છે.


સિગ્નલ 5:


પાંચ સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપતો આ સિગ્નલ સૂચવે છે કે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે  અને તોફાન  દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાશે.


સિગ્નલ 6:


6 પણ સિગ્નલ 5 જેવું જ છે, પરંતુ તે સૂચવે છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુએ કિનારો પર તીવ્રતાથી ફંટાશે. કરશે.


સિગ્નલ 7:


 સિગ્નલ 7 નો અર્થ છે કે ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે. સિગ્નલ 5, 6 અને 7 વધુ  જોખમને સૂચવે છે.


સિગ્નલ 8


8 સિગ્નલ  આ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત હવે બંદરથી ડાબે બાજુથી ખૂબ જ તીવ્રતાથી  રીતે ટકારાશે.  આ વાવાઝોડામાં પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહે છે.


સિગ્નલ 9:


સિગ્નલ 8 ની જેમ, આ પણ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્રતાથી  આગળ વધશે.


સિગ્નલ 10:


સિગ્નલ 8 અને 9 પછી આ સિગ્નલ વધુ ખતરનાક છે, જેનો અર્થ છે કે, બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર ચક્રવાત આવશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.


સિગ્નલ -11


સિગ્નલ 11 ખૂબજ ભીષણ તોફાનનો એલાર્મ આપે છે. જેમાં કમ્યુનિકેશનની પણ તમામ સિસ્ટમ ફેઇલ થઇ જાય છે.