આ તમામ અધિકારીઓ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કરવા મુખ્યમંત્રીએ આ નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના મહાનગર પાલિકા અને નગરપાલીમાં વિસ્તારોમાં સિવાયના વિસ્તારમાં જે ઔદ્યોગિક એકમોને શરૂ કરવામાં આવ્યા છે. આ ઔદ્યોગિક એકમોએ કોવિડ અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત સરકારના નિર્ણય બાદ રાજ્યમાં 4 હજાર જેટલા ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. અમદાવાદમાં 700, રાજકોટ 600, ભરૂચ 450, સુરત 150, કચ્છમાં 750, જૂનાગઢ 400, વાદોડરા 200 અને મોરબીમાં 400 ઔદ્યોગિક એકમો શરૂ કરવામાં આવ્યા છે.