ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે બહાર પાડેલ ગ્રામ પંચાયત સેક્રેટરી-તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અરજી કરવાની મર્યાદા પૂર્ણ થઈ છે. છેલ્લા દિવસના અંતે તલાટી માટે કુલ 23 લાખ 23 હજાર ફોર્મ ઓનલાઇન રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી 18 લાખ 21 હજાર ફોર્મ કન્ફર્મ થયા છે.


તલાટીની ભરતી માટે સર્વરની સમસ્યા સર્જાતાં વધુ બે દિવસની મુદત આપ્યા બાદ 17મી ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતાં. તે બાદ ફાઇનલ 18.21 લાખ ઉમેદવારોના ફોર્મ કન્ફર્મ થયાં છે. આ પૈકી જનરલ કેટેગરીમાં આવતા ત્રણ લાખ ઉમેદવારો છે. તેમની પાસેથી 100 રૂપિયા ફોર્મ ફી પેટે લેવાતાં પંચાયત સેવા પસંદગી બોર્ડને કુલ ત્રણ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ગ-3ની સરકારી જગ્યા માટે અત્યાર સુધીના સૌથી વધુ ફોર્મ ભરાયા છે.


 


20 ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન 


UP Punjab Election: ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે 20 ફેબ્રુઆરીએ 59 વિધાનસભા બેઠકો પર મતદાન થશે  જેના માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયો હતો. આ સિવાય પંજાબમાં પણ 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં તમામ 117 બેઠકો પર મતદાન થશે.


યુપીમાં આ જિલ્લાઓમાં મતદાન


ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. જે જિલ્લામાં મતદાન થશે તેમાં હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબાનો સમાવેશ થાય છે.


શુક્રવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કાનપુર, મૈનપુરી, કરહાલ અને ઉન્નાવમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમણે કાનપુરમાં દાવો કર્યો હતો કે, "2017 પહેલા ઉત્તર પ્રદેશમાં દર ત્રીજા દિવસે રમખાણો થતા હતા. 5 વર્ષમાં 700 થી વધુ રમખાણો થયા હતા અને સેંકડો નાગરિકો માર્યા ગયા હતા.