Rain Gujarat:બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે હાલના હવામાન વિભાગના મોડલની સ્થિતિને જોતા કહી શકાય કે,  ઓક્ટોબર બાદ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે અને સંપુર્ણ વરસાદ બંધ થઇ જશે. હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી હવે કોઇ સિસ્ટમ સર્જાઇ થાય તેવી શકયતા નહિવત છે.  ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં નવરાત્રિનું સેલિબ્રેશન નવ દિવસ ઘૂમધામથી થાય છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.


હાલ જે સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યલેશન અત્યારે મધ્યપ્રદેશ પર  છે તે ઉત્તર ભારત તરફ જશે એટલે રાજ્યથી વરસાદ વિદા.ય લેશે અને  વરસાદ ઘટી જશે.મોટાભાગે 30 તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં  ઘટી જશે. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટબરની શરૂઆતમાં લગભગ રાજ્યમાંથી ચોમાસુ વિધિવત વિદાય લેશે.  2 ઓક્ટોબર બાદ ગુજરાતના દક્ષિણ ઝોનમાં ખાસ કરીને વલસાડ નવસારીમાં ડાંગમાં વરસાદ પોસ્ટ મોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે થઇ શકે છે. બાકીના વિસ્તારમાં 2 ઓક્ટોબર બાદ વરસાદની નહિવત શકયતા છે.


હાલ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.  ભાવનગર, અમરેલી પોરબંદર, બોટાદ,  કચ્છ,જૂનાગઢ, સરેન્દ્રનગર,દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, જામનગર, મોરબીનો સમાવેશ થાય છે.  હવામાનના મોડલ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ વિદાય લેશે. 1થી 2 ઓક્ટોબરે વલસાડ નવસારીમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે થોડો વરસાદ વરસી શકે બાકી વરસાદની શક્યતા નહિવત છે.


ચોમાસાની સિઝનમાં કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા ખાબક્યો  છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 142.12 ટકા વરસાદ વરસ્યો છે.ચોમાસાની સિઝનનો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 113.07 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે,       


આ પણ વાંચો 


Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ