Dwarka  Accident : દ્રારકા નજીક બરડિયા પાસે  બસ બે કારઅને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 માસૂમ બાળકો સહિત 5નાં મોત થયા છે. મળતી માહિતી મુજબ દ્રારકા હાઇવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતની હારમાળા સર્જાઇ હતી. અહી હાઇવે પર ઢોરે અડિંગો લગાવતા બે કાર અને બાઇક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી બસ બે કાર અને બાઇક અરસપરસ અથડાતા રોડ પર અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ હતી. ભયંકર અકસ્માતમાં  બે માસૂમ બાળક સહિત પાંચના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યાં છે. ,મૃતક પૈકી પાંચ એક જ પરિવારના હોવાની માહિતી મળી છે. પાંચેય મૃતકો કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.                                                      


તો બીજી તરફ મહેસાણામાં એસટી બસની ગંભીર બેદરકારીના કારણે એક મુસાફરનો જીવ ગયો છે. અંબાજીથી વાઘોડીયા જતી ચાલુ ST બસમાંથી મુસાફર દરવાજો ખુલ્લો હોવાથી નીચે પટકાયો હતો અને ઘટનાસ્થળે  જ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના સતલાસણાના કેશરપુરા ગામ નજીક બની હતી.ચાલુ બસે વૃદ્ધે મુસાફર  ST બસમાંથી નીચે પટકાયો હતો. મળતી માહિતી મુજબ બસનો દરવાજો ખુલ્લો હોવાથી અચાનક બ્રેક મારતા વૃદ્ધ મુસાફર નીચે પટકાયો હતો.  ST બસમાંથી પટકાતા મુસાફરનું ઘટનાસ્થળે મોત થયું હતું. 


અન્ય દુર્ઘટનાની  વાત કરીએ તો અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી હતી. કરજણ- ભરૂચ વચ્ચે પસાર થતી બસમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠી હતી.  જો કે બસ ડ્રાઇવરની સમયસુચકતાના કારણે પ્રવાસીઓનો જીવ બચી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી, આ બસ સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી હતી.  આગ એટલી વિકરાળ હતી કે આગની લપેટમાં બસ બળીને ખાખ થઇ ગઇ હતી સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ .           


આ પણ વાંચો 


Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી