Gujarat Weather :હાલ રાજ્યના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે, હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઇને મહત્વના અપડેટ્સ જાહેર કર્યાં છે.


આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની નહિવત શક્યતા છે અને વાતાવરણ સુકુ રહેશે તેમજ તાપમાન પણ સામાન્ય રહેશે. જો કે કેટલાક જિલ્લામાં એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે તો કેટલાક જિલ્લામાં એકાદ ડીગ્રી તાપમાન ઘટી પણ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેશે. હાલ ગુજરાત પર વાદળો ન  હોવાથી વાતાવરણમાં તાપમાન વધુ અનુભવાય રહ્યું છે. ઉપરાત ગુજરાતમાં હાલ પવન પણ સુકા વહી વહી રહ્યાં છે.


ગુજરાત રાજ્ય અત્યાર સુધીમાં સિઝનનો  118% વરસાદ પડ્યો છે. ગાંધીનગર માં 25% વરસાદની ઘટ છે. અમદાવાદ વડોદરા 21% વરસાદ ઘટ છે તો રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. ઓકટોબરમાં તાપમાન સામાન્ય રહેશે.


આ પણ વાંચો


Asian Games 2023: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો


Bhavnagar: રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયો


Crime: શિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી...


અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ