Crime: સુરત શહેરમાંથી ફરી એકવાર શિક્ષણ જગત માટે શરમજનક ઘટના સામે આવી છે, અહીં એક શિક્ષકે ફરી વિદ્યાર્થિની સાથે હેવાનિયત આચરી છે, આત્મહત્યાની ધમકી આપીને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા, જોકે, બાદમાં સમગ્ર મામલો ભાંડો ભૂડતાં જ વિદ્યાર્થિનીની પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે હાલમાં શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક છેડતી અને અડપલાં કર્યાની ઘટનાથી ચકચાર મચી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક શિક્ષકે જેનું નામ મહેશ ગોંડલિયા છે, તેને વિદ્યાર્થિનીને આત્મહત્યાની ધમકી આપી અને બાદમાં તેની સાથે શીરીરિક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિની પોતાની બહેનપણીના ઘરે ગઇ હતી, તે દરમિયાન આ ઘટના ઘટી હતી. જોકે, બહેનપણીના ઘરેથી વિદ્યાર્થિની મોડી રાત્રે આવી અને આ વાતની જાણ તેના પરિવારજનો થઇ ગઇ હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી હતી, પોલીસે આરોપી શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડ કરી લીધી હતી. ખાસ વાત છે કે, આરોપી શિક્ષક મહેશ ગોંડલિયા વિદ્યાર્થિનીને છેલ્લા બે મહિનાથી હેરાન કરતો હતો, અને મળવા પણ બોલાવતો હતો. 


અશ્લીલ મેસેજ કરીને અભદ્ર માગણી કરતો રોમિયો ઝડપાયો


મહીસાગર લૉકલ ક્રાઇમ બ્રાન્ચે આજે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે, જે છોકરીને નકલી સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે અશ્લીલ મેસેજ મોકલીને સતત હેરાનગતિ કરતો રહેતો હતો. આરોપીનું નામ સમર્થકુમાર ડાયાભાઇ પટેલ છે. મળતી માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની આ ઘટના છે, અહીં ગ્રામ્ય વિસ્તારની યુવતીને આરોપી સમર્થકુમાર પટેલ હેરાનગતિ કરતો રહેતો હતો. સમર્થ કુમારે સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતુ, અને આ એકાઉન્ટ મારફતે તે યુવતીને વારંવાર અશ્લીલ મેસેજ મોકલતો હતો અને સાથે અભદ્ર માગણીઓ પણ કરતો હતો. જોકે, આ મામલે કડાણાની ગ્રામ્ય વિસ્તારની યુવતીએ પોલીસમાં જાણ કરતી, બાદમાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સૉર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યારે પોલીસે  આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ


સુરતમાંથી ફરી એકવાર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના કતારગામમાં એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યુ છે. હાલ બન્ને આરોપીએ પોલીસની પકડમાં છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ફરી એકવાર દુષ્કર્મની શર્મસાર થયુ છે. સુરતના કતારગામમાં રહેતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ છે, સૌથી પહેલા બન્ને યુવકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 13 વર્ષીય વિદ્યાર્થિની જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, તેની સાથે મિત્રતા કેળવી હતી, આ પછી બન્ને યુવકોએ તેને શહેરના મગદલ્લા વિસ્તારમાં એક મકાનમાં બોલાવી હતી, જ્યાં બન્ને યુવકોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થઇ જતાં વિદ્યાર્થિનીની માતાએ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ બન્ને યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ બન્ને આરોપી યુવકોને ઝડપી પાડ્યા છે, આ કેસમાં પોલીસે આરોપી અભય બોરડ, હિરેન હરેશ સોલંકીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.