પતિએ કુહાડીના ઘા મારી કરી પત્નીની હત્યા, બાદમાં કરી આત્મહત્યા
abpasmita.in | 17 Sep 2016 05:00 PM (IST)
તાપીઃ વ્યારા તાલુકાના કળાવ્યાર ગામે પતિએ પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી હતી. પતિએ અગમ્ય કારણોસર પોતાની પત્નીનું કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેણે પણ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. કાકરાપાર પોલીસ આ મામલે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે હત્યાનું કારણ અંકબંધ રહ્યું હતું.