મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ મહિલા પ્રમુખ રેણુકાબેન પટેલના પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મનોજભાઇ પટેલ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે.  વ્યાજ ખોરના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આત્મહત્યા કરનારની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે.  પરિવારે વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. 


પરિવારે લાશ સ્વિકારવાનો ઇનકાર કરતા પોલીસ પણ હરકતમાં આવી છે.  વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.  ભાજપ શાસિત વિજાપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચોહાણ પર વ્યાજખોરીના આરોપ લાગ્યા છે. ભાજપ નેતા રેણુસિંહ ચોહાણ દેસાઇ સંજય સહીત ત્રણ વ્યાજખોરો સામે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી  શરુ કરી છે. 


કૉંગ્રેસ નેતાના પતિ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતા રાજકીય આગેવાનો એકઠા થયા છે.  વિજાપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ પણ ઘટના સ્થળે  પહોંચ્યા છે.