Fixed Pay Employees: ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. રાજ્ય સરકારે પગાર વધારા અંગે જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પગારમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે.  રાજ્ય સરકાર આજે સાંજ સુધીમાં જાહેરાત કરે તેવી શક્યતા છે.