સુરત: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCOએ ભાવ વધારો કર્યો છે. ખાતરની પ્રતિ બેગ 265નો ધરખમ વધારો કર્યો છે. આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો, જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો છે. આ સાથે પ્રતિ બેગ ઉપર 265 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
એ જ રીતે IFFCO નપક 12/32/16નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો જેનો વધી 1450 રૂપિયા થયો, જેમાં પણ 265 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીનો દાવો છે કે, હાલ કોઈ ભાવ વધારો નહિ.
બીજી તરફ ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું કે, ખેડૂતો આગેવાનોએ આ ભાવ વધારોનો વિરોધ કર્યો છે. ખેડૂતોના હિતમાં સત્વરે ભાવ વધારો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર સબસીડી વધારે તેવી માંગ પણ કરવામાં આવી છે.
ભાવ વધવાની સાથે જ ગૃહિણીઓ ત્રાહિમામ્, ટામેટાનો ભાવ સાંભળીને ગૃહિણીઓ લાલઘૂમ
અમદાવાદઃ એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ શતકને પાર થઈ ગયા છે તો બીજી તરફ શાકભાજી ના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. માર્કેટમાં મોટાભાગની શાકભાજી સોને પાર થઈ ચૂકી છે ત્યારે કોથમીર તો માર્કેટમાં અત્યારે 200 રૂપિયા કિલો મળી રહી છે. બીજી તરફ ટામેટા તેમજ ગરીબોની કસ્તુરી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. અત્યારે માર્કેટમાં મોટાભાગની શાકભાજીના ભાવ પર અસર જોવા મળી રહી છે.
વડોદરા હિના હત્યા કેસઃ આરોપી સચિન દિક્ષિતને લઈને થયો વધુ એક મોટો ધડાકો?
વડોદરાઃ ચકચારી હિના ઉર્ફે મહેંદીની હત્યાના મામલે વધુ એક મોટો ધડાકો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હિના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્ટે આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
બાપોદ પોલીસે સચીન દિક્ષિતનો કબજો અમદાવાદ પોલીસ પાસેથી મેળવ્યા પછી ગઈ કાલે શુક્રવારે દર્શનમ ઓએસીસ ખાતે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ હત્યાના સ્થળ જી બ્લોકના 102 નંબરના મકાનમાં આરોપીને લઈને પહોંચી હતી. આરોપીને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો.
રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં હતી. પોલીસે આરોપી સચીનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે સચિને ક્યાં હત્યા કરી હતી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે અંગે પણ પૂછપરછ કરી હતી.
આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તે અંગે પણ પૂછપરછ કરી હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.