Ahemdabad News :અમદાવાદમાં નર્મદાની કેનાલ પર સાત વર્ષથી ખાનગી ઈન્ડ્સ્ટ્રીયલ પાર્કના ડેવલપરે એક બ્રીજ બાધ્યો હતો. ગેરકાયદે નિર્માણ પામેલા આ પુલની જ્યારે મુખ્યમંત્રી સુઘી ફરિયાદ પહોંચી તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક સ્તરે  વારંવારની રજૂઆત છતાં અધિકારીઓએ  કોઇ કાર્યવાહી ન કરતાં.આખરે આ મામલે ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપતા અને આ સમગ્ર મામલે તપાસ થતાં ગેરકાયદે બંધાયેલા પુલની વિગત સામે આવી છે. જ્યારે 
ગેરકાયદે નિર્માણ થયેલા પુલને તોડવા  મશીનરી સાથે ટીમ પહોંચી તો પુલ તોડવા પહોંચેલી મશીનરીઓને રોકવાનો  પ્રયાસ થયો હતો. 
ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં આવન-જાવન માટે અહીં પુલ સાથે  ગૌચરની જમીન પર RCC રોડનું પણ  નિર્માણ કરવામાં આવ્યું છે. આ મામલે હવે કાયદે બાંઘકામ મામલે ઢીલી નિતી અપનાવતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહીની પણ  માગણી કરાઇ છે. જો કે બીજી તરફ સ્થાનિકો ડિમોલિશનનો વિરોધ કરી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમે બધાએ મળીને આરસીસીનો રોડ બનાવ્યો છે,  સરકાર નવો બ્રિજ બનાવીને આપે પછી બીજો બ્રિજ તોડે.

Continues below advertisement


વર્ષ 2018થી આ પુલ બનેલો છે.  પાંચ ઓથોરિટીએ આ મામલે આંખઆડા કાન કર્યાનો આક્ષેપ થયો છે. આ મામલે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન, MDથી લઈ ઈજનેર સુધીના લોકોએ આંખ આડા કાન કર્યા હોવાથી સાત વર્ષથી આ ગેરકાયદે પુલ અડીખમ હતો. જમીન માપણીના ડિસ્ટ્રીકટ ઈન્સપેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડસ,નગર નિયોજક અને ટાઉન પ્લાનિંગના અધિકારીઓ , પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી, મહેસૂલ વિભાગના કલેકટરથી લઈને સર્કલ સુધીનું પ્રશાસન નિયમો તોડીને પુલનું કેમ નિર્માણ થવા દીધું તે એક વેધક સવાલ છે. આ મામલાને લઇને કેટલાક સવાલ થવા સ્વાભાવિક છે.                                         


આખો પુલ બંધાઈ ગયો કેમ કોઈ અધિકારીની નજર ન પડી?
કોના આશીર્વાદથી બિલ્ડરે નહેર પર બાંધી દીધો પુલ?
શું અધિકારીઓ અને બિલ્ડરની છે કોઈ મિલીભગત?
ગૌચરની જમીનમાંથી ઈંડસ્ટ્રીયલ પાર્ક બની ગયો, શું અધિકારીઓ ઉંઘતા હતા?
શું બિલ્ડરે લીધી હતી કોઈ મંજૂરી?
અનેક વખત ફરિયાદ છતા કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ?
કેમ અધિકારીઓએ અરજદારોની ફરિયાદને ધ્યાનમાં ન લીધી?