40 લાખની 100 ભેંસોની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાસ કરતી LCB, 13 ટ્રક સાથે 1 કરોડ 18 લાખનો મુદ્દામલ કબ્જે
abpasmita.in | 20 Sep 2016 03:58 PM (IST)
અમરેલીઃ લાઠીમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતા 40 લાખની 100 ભેંસો અને 13 ટ્રકના ડ્રાઇવરને એલ.સી.બી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અમરેલીમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી થતી હોવાની જાણ એલ.સી.બીને મળી હતી જેના આધારે ટ્રેક ગોઠવીને 40 લાખની ભેંસ અને 78 લાખની ટ્રક સહિતના 1 કરોડ 18 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.