ગાંધીનગર: રાજ્યમાં લાંબા સમયના વિરામ  બાદ ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી સારા સામાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18, 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.   વલસાડ, નવસારી,  તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. જોકે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે, તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આ સમય દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક જગ્યાએ છુટો-છવાયો વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે, હજુ પણ સમગ્ર રાજ્યને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 258 મિમિ વરસાદ પડ્યો છે.


ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. ખેડૂતો પાણી માગી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇનુ પાણી આપી શકાય તેમ નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી, કારણ કે રાજ્યના તમામ ડેમોમાં 30 %સુધી પાણી હોઈ સિંચાઈ માટે આપી શકાય એમ નથી, માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોઈ સિંચાઈનું પાણી આપવું શક્ય નથી. નીતિન પટેલના આ નિવદેનથી હવે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આગામી સમયમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહમાં વરસાદ થાય તો જ ખેતી બચાવી શકાશે. 


ગુજરાતમાં વેપારીઓને કોરોના રસીકરણની સમય મર્યાદામાં વધારા મુદ્દે સરકારે શું આપ્યું મોટું નિવેદન?


અમદાવાદઃ આજે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે વેપારીઓને રસીકરણ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. વેપારીઓને વેકસીનેશનની મુદ્દતમાં નહિ થાય વધારો. વેક્સીન ન લેનારા લોકો સામે સમય આવવા પર કાર્યવાહી અંગે વિચારણા થશે.



અમદાવાદ સહિત ગુજરાતમાં વેપારીઓના વેકસીનેશન અંગે સરકારે બે વખત મુદ્દતમાં વધારો કર્યા બાદ હવે સરકાર મુદ્દત વધારવાના મૂડમાં નથી.આ નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. અગાઉ જૂન માસમાં અને બાદમાં જુલાઈ માસમાં વેપારીઓનો મોટા ભાગનો વર્ગ વેકસીનથી વંચિત હોવાના કારણે વેપારીઓએ સરકાર સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા મુદ્દત વધારવા માંગ કરી હતી.



31 જુલાઈ બાદ 15 ઓગસ્ટ સુધી વેકસીન લઈ લેવાની અંતિમ મુદ્દત બાદ હાલ પણ 25 ટકા વેપારીઓના બીજા ડોઝ બાકી હોવાથી હવે સરકાર મુદ્દત વધારવાની નથી. સરકાર દ્વારા બે વખત અપાયેલી છુટ ન માત્ર વેપારીઓ માટે પણ ગુમાસતા માટે પણ છૂટ આપવામાં આવી હતી.જે બાદ હવે સરકાર વેકસીન વેપારીઓને આપવા અંગેની મર્યાદામાં વધારો નહી કરે.