હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ લોપ્રેશર સર્જાયું છે જેને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડશે.


ગુજરાતમાં હજુ આજે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ લોપ્રેશર સર્જાયું છે જેના પગલે આજે કચ્છમાં અતિભારે જ્યારે અમદાવાદ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા,સાબરકાંઠા, અમરેલી, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાની સંભાવના છે. ગુજરાતમાં બુધવારથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે. રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં NDRFની 13 અને SDRFની 2 ટીમો તહેનાત કરાઈ તો NDRF-SDRFની 11 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. સતત વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 120 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 251 પોંઈટ 66 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 162 પોઈંટ 64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 102 પોઈંટ 45 ટકા અને ઉત્તર ગુજરાતમાં 101 પોઈંટ 72 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.