ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે ગાંધીનગર 12.7 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે નલિયામાં 13.8 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. તો અમદાવાદમાં 15.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.


અમદાવાદમાં આગામી ૩ દિવસ 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેશે. જો કે અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર હજુ વધશે અને સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે.  અન્ય શહેરોમાં વડોદરામાં 13.6, અમરેલી-જુનાગઢમાં 14, ડીસામાં 15.1, રાજકોટમાં 15.8, ભાવનગરમાં 16.6, પોરબંદર-સુરતમાં 17, ભૂજમાં 17.4, કંડલામાં 17.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી, મૃતકના પરિજનોની 25 લાખના વળતરની માંગણી


મોરબી ઝુલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનાને 6 દિવસ બાદ એક મહિનો થઇ જશે પરંતુ આ મામલે હજુ સુધી કોઇ નક્કર પગલા નથી લેવાયા. પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની  માંગ કરી છે. ઝૂલતા પૂલ દુર્ઘટનાના આઠ આરોપીની જામીન અરજી નામંજૂર, એક પેન્ડિંગ  છે.મોરબી સેસન્સ કોર્ટ માં સુનવણી બાદ અરજી નામંજૂર  કરાઇ છે. ઓરેવા કંપનીના મેનેજર સહિતના આઠ આરોપીઓની જામીન અરજી નામંજૂર  કરી છે. એક આરોપીની જામીન અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે.


મોરબી મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના ને લઈને હાઇકોર્ટેમાં આજે  જાહેર હિતની અરજી પર   સુનાવણી થશે
માનવ અધિકાર પંચ તેમજ રાજ્ય સરકાર પોતાના સોગંદનામાં રજૂ કરશે. ઉલ્લેખનિય છે કે,  ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની  માંગ કરી છે. ઉપરાંત મૃતકોને 25 લાખ રૂપિયા નું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઇ છે. જેની તમામની એક સાથે આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે. આજે મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલ પણ  કોર્ટમાં રજૂ કરાશે. 




 



ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.