રાજ્યમાં PSI અને એલઆરડી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  પીએસઆઈ તથા એલઆરડી ભરતીમા શારિરીક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 ડિસેમ્બરથી શારિરીક કસોટીની શરુઆત થશે. 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.


લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.


PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા  આ નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે



પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૧૫ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૦૮ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. 

 

આ પહેલા હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, 9,46,528 અરજી કન્ફર્મ થઈ તેમાં 6,92,190 અરજી પુરૂષ ઉમેદવારોની જ્યારે 2,54,338 અરજી મહિલા ઉમેદવારોની છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, કન્ફર્મ થયેલી અરજીનું ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવાયું છે કે જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.