ગાંધીનગરઃ ગુજરાત સરકારે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં કોરોનાના વધતા કેસો અને તેના કારણે સર્જાઈ રહેલી સ્થિતી પર કાબૂ મેળવવા માટે ત્રણ આઈપીએસ અધિકારીને મેદાનમાં ઉતારવા પડ્યા છે.  આ પૈકી ડો. નીરજા ગોત્રુ અને ડો. હસમુખ પટેલ અમદાવાદ અને સુરત પોલીસ કમિશ્નરની મદદ માટે  બે સિનિયર આઈપીએસ અધિકારી અમદાવાદ અને સુરત પોલીસ કમિશ્નરની મદદ માટે  નિમાયા છે.  કોરોનાના સ્થિતિ જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને  વધારાની જવાબદારી સોંપાઈ છે.


આ પૈકી ડો. નીરજા ગોત્રુ રાવની અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (એડમિનીસ્ટ્રેશન) તરીકે નિમણૂક કરીને વધારાનો ચાર્જ સોંપાયો છે. ડો. ગોત્રુ ગાંધીનગરમાં એડીશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સ્ટેટ મોનીટરિંગ સેલ) તરીકે ફરજ બજાવવાનું ચાલુ રાખશે.  હસમુખ પટેલની સુરતના પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરાઈ છે જ્યારે એન. એન. કોમારને ગાંધીનગરમાં એડીશનલ ડીજીપી (લો એન્ડ ઓર્ડર)નો વધારાનો ચાર્જ સોંપાયો છે. હસમુખ પટેલ પોલીસ એડમિનના આઈજીપી હતા. હસમુખ પટેલની ઈમેજ કાર્યદક્ષ અને જાંબાઝ અધિકારી તરીકેની છે.

આ ત્રણેય આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી કામગીરી આવી છે. ડો. નીરજા ગોત્રુ રાવની અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર (એડમિનીસ્ટ્રેશન) પદે નિમણૂંક કરાતાં પ્રેમવીર સિંગ પાસેથી એડીશનલ ચાર્જ લઈને તેમને સોંપવામાં આવ્યો છે.  ડો. નીરજા ગોત્રુ રાવ, એડીશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સ્ટેટ મોનીટરિંગ સેલ) ગાંધીનગરનો વધારાનો ચાર્જ સંભાળશે.

એન. એન. કોમાર ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર)નો એડીશનલ ચાર્જ સંભાળશે. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, (એડમિનીસ્ટ્રેશન),ગાંધીનગર, હસમુખ પટેલને સુરતના પોલીસ કમિશનરના તાબા હેઠળ મૂકાયા છે. રાજ્યના ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત સરકારના એડીશનલ ચીફ સેક્રેટરીએ આ અંગેનો ઓર્ડર કર્યો છે.