આણંદ: સરકાર ભલે વ્યાજખોરો અંગે ગમે તેવા દાવા કરે પરંતુ હકિકત કઈંક અલગ છે. ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોના ત્રાસ યથાવત છે. આણદમાં પાનની દુકાન ચલાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂકતા ચકચાર મચી છે. રેલવે સ્ટેશન પાસે દુકાન ચલાવતા વેપારીની લાશ આણંદના ગોધરા રેલવે સ્ટેશન પરથી મળી હતી. તો બીજી તરફ પરિવારે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે.  57 વર્ષના મૃતક સિકંદરમિયા મલેક આણંદના પાધારીયા વિસ્તારની શબનમ સોસાયટીમાં રહેતા હતા. હાલમાં આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વડોદરામાં 51 વર્ષના આધેડે 15 વર્ષની દિવ્યાંગ કિશોરીને બનાવી હવસનો શિકાર


વડોદરાના પાદરા તાલુકામાં એક આધેડે હેવાનિયતની હદ પારી કરી છે. 15 વર્ષીય કિશોરી પર આધેડે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. માનસિક દિવ્યાંગ કિશોરી પર આધેડે દુષ્કર્મ આચરતા લોકોએ આરોપી પર ફીટકાર વરસાવી છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 51 વર્ષીય આધેડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આસારામ સામે દુષ્કર્મ કેસમાં કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો ? 


આસારામ સામે દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો છે.  વીડિયો કૉન્ફરન્સના માધ્મથી આસારામને કોર્ટમાં હાજર કરાયો હતો. ગાંધીનગર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે.   વર્ષ 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત જાહેર.  આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે.


ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું. આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે. 


મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી.