Gujarat Weather Update:રાજ્યમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર ઘટતાં હવામાન સ્વસ્છ બન્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આશંકિ ઘટાડો થશે.
હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં વધારો થતો ઠંડીમાં ઘટાડો થશે. આજે સવારે ઠંડા પવનનના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી નોંધાયુ છે.
,ત્રણ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી થયુ હતુ. જ્યારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી ગગડી મંગળવારે 14.7 ડિગ્રીએ પહોંચતાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો.
ગઇકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ હવે માવઠાની શક્યતા નહીવત છે. વેર્સ્ટરન્ ડિસ્ટબર્ન્સના કારણે છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજયના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા હતા.
Budget 2023: ખેડૂતો માટે કઇ કઇ યોજનાઓ શરૂ કરવામાં આવશે, સહાય અંગે શું થઇ જાહેરાત, જાણો....
Agriculture Budget 2023: આજે મોદી સરકારે પોતાનું પૂર્ણ બજેટ જાહેર કર્યુ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ 2023 રજૂ કરી દીધુ છે. નિર્મલા સીતારમણે વર્ષ 2023ના બજેટમાં ખેતી અને માછલીપાલન કરનારા ખેડૂતોનું ખુબ ધ્યાન રાખ્યુ છે, સરકારે પશુપાલકો અને માછલી પાલન કરનારાઓ ખેડૂતો માટે કેટલાય ખાસ પગલા ભર્યા છે.
સરકારે આ બજેટમાં ખેડૂતોની કમાણીમાં વધારો કરવા માટે યોગ્ય પગલાં ભર્યા છે. કિસાન સમૃદ્ધિ યોજના બાદ આ વર્ષે સરકારે કેટલીય નવી યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે.
વર્ષ 2023ના કૃષિ બજેટમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે ખુબ સારુ રહ્યુ છે. જાણો વિસ્તારથી....
- કૃષિ સ્ટાર્ટ અપ માટે સરકાર 'ડિજીટલ એક્સીલેટર ફન્ડ' બનાવશે. જેને કૃષિ નિધિના નામથી ઓળખવામાં આવશે.
- માછલીપાલન માટે સબ સ્કીમ અંતર્ગત 6,000 કરોડની રકમની વહેંચણી થઇ છે.
- કૃષિ ક્રેડિટને વધારીને 20 લાખ કરોડ સુધી કરી દેવામાં આવશે.
- નિર્મલા સીતારમણે બતાવ્યુ કે, સરકાર મોટા અનાજને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે શ્રી અન્ન યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે
- બાગાયતી ઉત્પાદન ક્ષેત્ર માટે 2,200 કરોડની રકમની વહેંચણી કરવામાં આવશે.
- ખેતીમાં ડિજીટલ પાયાને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેતીમાં આધુનિક ટેકનોકોના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ન્યૂટ્રિશન, ફૂડ સિક્યૂરિટી અને ખેડૂતોની યોજના માટે મિલેટ્સ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે.
- શ્રી અન્ન રાડી, શ્રી અન્ના બાજરા, શ્રીઅન્ના રામદાના, કુંગની, કુટ્ટુ આ બધાથી હેલ્થને ખુબ ફાયદો છે.
- મિલેટ્સમાં ખેડૂતોને ખુબ યોગદાન છે.
- શ્રીઅન્ના હબ બનાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે.
- શ્રીઅન્નાનુ ઉત્પાદન માટે હૈદરાબાદની રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાંથી ખુબ મદદ મળી રહી છે .
સહકારથી સમૃદ્ધિ -
- સહકારથી સમૃદ્ધિ, ખેડૂતો માટે આ પ્રૉગ્રામ ચલાવવામાં આવશે, આના દ્વારા 63000 એગ્રી સોસાયટીને કૉમ્પ્યૂટરાઇઝ્ડ કરવામાં આવશે. આનાથી ખેડૂતોને સમૃદ્ધ બનાવામાં મદદ મળશે.
- પશુપાલન, માછલીપાનના ક્ષેત્રમાં લૉન આપવાની સ્પીડ વધારવામાં આવશે.
- મલ્ટીપર્પઝ કૉર્પૉરેટ સોસાયટીને પ્રોત્સાહન આપવામા આવશે.
- ફિશરિચ માટે પણ કૉર્પોરેટ સોસાયટી વધારવામાં આવશે.
કુદરતી ખેતીને પ્રોત્સાહન -
- આગામી ત્રણ વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.
- 10 હજાર બાયૉ ઇનપુટ રિસર્ચ સેન્ટર સ્થાપિત થશે.
- મિસ્ટ્રી (મેન ગ્રૉન પ્લાન્ટેશન) પર જોર આપવામાં આવશે.