બાલાસિનોરઃ મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનામાં કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરને ગંભીર ઈજા થઈ છે. બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યોછે. મોબાઈલ ચાર્જિંગ માં રાખી ગેમ રમવા કે વાત કરનારા લોકો માટે અને બેદરકારી દાખવાનાર વાલીઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે.
બાલાસિનોરના ભમરીયા ગામની ઘટનામાં મોબાઈલ ચાર્જિંગ ચાલુ રાખી ગેમ રમતા સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગેમ રમતા કિશોરના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને બાયડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
દુનિયામાં ઝડપથી ફેલાઇ શકે છે કોરોનાનો નવો વેરિઅન્ટ
દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે. કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા વિશ્વભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સ ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ પાણીની જેમ દુનિયામાં ફેલાઇ શકે છે. આ વેરિઅન્ટ શરીરમાં હાજર એન્ટીબોડી પર શું અસર કરી શકે છે આ જાણવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકો પોતાના સાઉથ આફ્રિકાના સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ.
અમેરિકન મીડિયા સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યુ કે નિશ્વિત રીતે સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળ્યો છે જેમાં કેટલા મ્યૂટેશનના વાયરસ ફેલાવવાની ગતિ અને શરીરની એન્ટીબોડીને અસર જેવા વિષયોને લઇને ચિંતા વધારી દીધી છે. નવા વેરિઅન્ટ સાઉથ આફ્રિકામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ તરલ ગતિમાં છે. અમે જેટલુ થઇ શકે એટલા ઝડપથી તેને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે હાલમાં અમેરિકામાં આ વેરિઅન્ટનો કોઇ કેસ હોવાના પુરાવા મળ્યા નથી પરંતુ કાંઇ કહી શકાય નહી કારણ કે હાલમાં મુસાફરી ખૂબ થઇ રહી છે. અમે મોલિક્યૂલર બનાવટને સમજવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હાલમાં આ વેરિઅન્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બ્રાઉન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડોક્ટર આશિષ ઝાએ કહ્યું કે આ વેરિઅન્ટ અલગ વ્યવહાર કરી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે આ ડેલ્ટા કરતા પણ વધુ સંક્રમિત છે.