ગાંધીનગરઃ ગાંધીનગરમાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને ઝડપી લીધા છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ ચાલ રહી હતી. આ મહેફિલમાં કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની નશામાં ચૂર હતા ત્યારે ઈન્ફોસિટી પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની દારૂના નશામાં ચૂર થઈ પાર્ટી કરતા હતા અને  સાથે સાથે જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા. પાડોશમાં રહેતાં લોકોએ આ હરકતોથી કંટાળીને પોલીસને જાણ કરતાં પોલીસે રેડ પાડીને તમામને નશામાં ચૂર હાલતમાં પકડ્યાં હતા.  



ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળેલી કે સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં. એક્ષ-501માં કેટલાંક છોકરાં- છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેનાં પગલે પીઆઈ પી.પી. વાઘેલાની સૂચનાથી શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા. ફ્લેટ નંબર એક્ષ/501 ખોલાવતાં છોકરા છોકરીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. આ પૈકી એક યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી રહી હતી. ફ્લેટમાંથી સમ્રાટ નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.


પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછપરછ કરતાં તેમામ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામની પૂછપરછ કરતાં તેમણે પોતાનાં નામ અક્ષત વરપ્રસાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પૂજારી, પૂજા મંગેશભાઇ સાંબારે, પ્રજ્જવલ વિજયભાઇ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રા, અર્જુન દીલીપભાઇ કાનત, શ્રીજા શ્રીનીવાસ અપન્ના, નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, દીવ્યાન્શી મેહુલભાઇ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઇ અગ્રવાલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રાના કબ્જા ભોગવાટાવાળા મકાન નં એક્ષ/501 સ્વાગત એફોર્ડ સરગાસણ ખાતેથી પ્લાસ્ટિકના ગ્લાસ નંગ 13, સમ્રાટ નમકીનના તૂટેલાં પેકેટ નંગ 5 જપ્ત કરી કેસ નોંધ્યો છે. 


આ પણ વાંચો


Covid New Variant: કોરોનાનો નવો સ્ટ્રેન Omicron શેમાંથી ફેલાયો હોઈ શકે છે ? જાણો વિગત


India Corona Cases: દેશમાં કોરોનાથી બે દિવસમાં 1000થી વધુનાં મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો


કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે આ લોકો માટે RT PCR ટેસ્ટ ફરજિયાત, જાણો શું ઘડાયા નવા નિયમ