ગાંધીનગર વિસ્તારમાં આવેલ સ્વાગત એફોર્ડ સોસાયટીમાં ર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે. જેમાં 9 યુવતી અને 4 યુવકો સામેલ છે. કોણ છે આ યુવક યુવતી, તેનો પરિચય જાણીએ
કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક યુવતી મળીને 13 ભાવિ તબીબોને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યાં હતા. સોસાયટીન રહીશોએ ફરિયાદ કરી હતી કે, સોસયટીના એકસ05માં જોર જોરથી મ્યુઝિક અને સોન્ગનો વગાડીને અવાજ કરે છે. કન્ટ્રોલ રૂમમાંથી માહિતા મળતા ઇન્ફોસિટી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં 9 યુવતી અને 4 યુવકો દારૂનો નશામાં ધૂત જોવા મળ્યાં હતા. ઘટના સ્થળેથી બે દારૂની બોટલ અને નમકીનના પેકેટ પણ મળી આવી છે. પોલીસે તમામની પૂછપરછ કરતા દરેકના નામ સામે આવ્યાં છે.
દારૂ પાર્ટીમાં ઝડપાયેલી યુવક-યુવતી કોણ
- અક્ષત વરપ્રસાદ તનકુ જે હૈદરાબાદનો રહેવાસી છે અને તે કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.
- સ્મૃતિ સદાનંદ પૂજારી, જે મુળ મુંબઇની રહેવાસી છે અને કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.
- પૂજા મંગેશ સાંબારે જે ડેન્ટલ કોલેજનો વિદ્યાર્થી છે અને મૂળ હૈદરબાદનો નિવાસી છે
- પ્રજ્જવલ વિજયભાઇ કશ્યપ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે.
- પાર્થ રાજેન્દ્ર જે મૂળ ગંગોત્રીનો રહેવાસી છે અને નિકોલ અમદાવાદમાં રહે છે.
- અર્જુન દિલીપભાઇ કાનત, જે મૂળ મહેરાષ્ટ્રનો રહેવાસી છે
- શ્રીજા નિવાસી અપન્ના મૂળ હૈદરાબાદનો રહેવાસી છે
- નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, જે મૂળ મુંબઇનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
- દિવ્યાંશી મેહુલભાઇ શર્મા જે રાજસ્થાનના જયુપરની રહેવાસી છે.
- શ્રેયા રામાનંદ મિશ્રા, આ યુવતી મૂળ હરિયાણાની હોવાનું સામે આવ્યું છે.
- નિહારિકા રાહુલ જૈન પણ મૂળ હરિયાણાની હોવાનો ઉલ્લેખ થયો છે
- ભવ્ય સુરેન્દ્ર રાવત દિલ્લીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને ઝડપી લીધા છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ ચાલ રહી હતી. આ મહેફિલમાં કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની નશામાં ચૂર હતા ત્યારે ઈન્ફોસિટી પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ 13 વિદ્યાર્થી-વિદ્યાર્થીની દારૂના નશામાં ચૂર થઈ પાર્ટી કરતા હતા અને સાથે સાથે જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા. પાડોશમાં રહેતાં લોકોએ આ હરકતોથી કંટાળીને પોલીસને જાણ કરતાં પોલીસે રેડ પાડીને તમામને નશામાં ચૂર હાલતમાં પકડ્યાં હતા.