ગિફ્ટ સિટીમાં દારૂ પીવાને લઈને EXCLUSIVE જાણકારી, જાણો કેવી રીતે અપાશે પરમિટ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાને લઇને લીલીઝંડી મળ્યા બાદ ડ્રાય સ્ટેટના એક ખૂણામાં દારૂ પીવાના શું નિયમો હોઇ શકે તેને લઇને લોકોમાં અનેક મૂંઝવણ જોવા મળી રહી છે.

Continues below advertisement

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શુક્રવારે  નશાબંધી અને આબકારી વિભાગે દારૂ વહેંચવા અને પીવા પર મંજૂરની મોહર મૂકી છે. જો કે આ નિર્ણય બાદ ખાસ નિયમો અને કાયદાને લઇને લોકોમાં મૂંઝવણ સેવાઇ રહી છે. લોકોને સવાલ છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીને બહાર જનાર વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે કારણ કે ગુજરાત   ડ્રાય સ્ટેટ હોવાથી અહી દારૂ પીને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર આવવાને લઈને સસ્પેન્સ છે. નશાબંધીની ધારા 24-1-ખ અંતર્ગત દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે વિગતવાર ટૂંક સમયમાં જાહેર  નોટિફિકેશન  જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો  તૈયાર થશે.         

મુંબઈની જેમ ગિફ્ટ સિટીમાં પણ FL3 લાયસન્સ સાથે દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1  લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને  FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે.

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola