ખેડા: વર્તમાન સમયમાં હનીટ્રેપમાં યુવકોને ફસાવવાની ઘટના વધી ગઈ છે. આ ઉપરાંત ઘણા કિસ્સામાં વીડિયો કોલ કરી યુવતી યુવકોને ફસાવી રહી છે. હવે આવો જ કિસ્સો સામે આવ્યો છે ખેડાના માતરમાં જ્યાં એક ન્યૂડ વિડિયો કોલમાં યુવક ફસાયો છે. જો કે, આ કિસ્સો અત્યારના યુવકો માટે ચેતવણીરુપ છે.
હવે ન્યૂડ વિડિયો કોલમાં ફસાયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અજાણી યુવતી જોડે સોશિયલ મીડિયામાં વાત કરવી યુવકને ભારે પડી છે. અજાણી યુવતીએ માતરમાં યુવકને વોટ્સએપમાં ન્યૂડ વિડિયો કોલ કરી બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું. જે બાદ યુવકે હિંમતભેર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
થોડા દિવસ પહેલા ખેડા જિલ્લાના નડિયાદમાં પણ આ જ રીતના એક યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૌ પ્રથમ અજાણી યુવતીએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ યુવતી દ્વારા યુવકને વોટ્સએપ વિડીયો કોલ કરી યુવકના અશ્લીલ વિડિયો બનાવી લીધા હતા. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આ જાણી યુવતીએ યુવક પાસે રૂપિયાની માંગણી કરી હતી. ખેડા પોલીસે યુવકની ફરિયાદના આધારે અજાણી યુવતી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજરી તેની ઘાતકી હત્યા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યા-દુષ્કર્મના બનાવમાં હિસ્ટ્રીશીટર જયદીપ ઉર્ફે જયુ પરમારની ધરપકડ થઈ છે. આરોપી જયદીપ પરમાર ઉર્ફે જયું નામનો આરોપી મૃત્યુ પામનાર સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો થયો છે. આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રાજકોટમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી ઘાતકી હત્યા કરનાર આરોપી જયદીપ ઉર્ફે જયુ ઉમેશ પરમાર સગીરાના કાકાના પરીચયમાં આવ્યો પછી સગીરાના ઘરે જતો ત્યાં બાળા ઉપર નિયત બગડી હતી. આરોપી સગીરાને એકતરફી પસંદ કરવા લાગ્યો હતો. 27મીએ સાંજે સગીરાને લાકડા વીણવા બંધ કારખાનામાં એકલી જતા જોય તેનો પીછો કરી વાતોમાં ભોળવી દુષ્કર્મ ગુજાર્યું હતું. જીવતી જવા દેશે તો તેનો ગુનો પકડાઈ જશે તેમ માની કારખાનામાં પડેલ સળિયો અને બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી. બાદમાં આરોપી પોતે જ પરિવારજનો સાથે મળી બાળાને શોધવામાં લાગ્યો હતો. ગુનાનો ભેદ ઉકેલાઈ જતા પત્રકાર પરિષદ યોજી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે આ માહિતી આપી હતી.