Rain Update: હવામાન વિભાગે 18 જુલાઇથી વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. જો કે હાલ પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત છે. ભાવનગરના મહુવા, માળિયા, દેવળીયા, ખરેડ, વાઘનગર, કુંભણ સહિતના ગામમાં વરસાદ પડતાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં  પાણી ભરાઇ ગયા છે.  વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને વરસાદના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  


પાટણના સરસ્વતી તાલુકામાં પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. કાલેડા, દશાવાડા, વદાણી, જાખા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ  વરસાદી માહોલ છવાયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 13 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પાટણના રાધનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. મસાલી, સિનાડ, ભીલોટ, જાવંત્રી, પાણવી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે જમાવટ કરી છે. રાધનપુર તાલુકામાં અત્યાર સુધીનો સિઝનનો  15 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.


5 દિવસના વિરામ બાદ બનાસકાંઠાના કાંકરેજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખીમાણા, શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સારો વરસાદ વરસી રહ્યો છે. કાંકરેજ તાલુકામાં અત્યાર સુધીમાં  સાત ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.


વડોદરાના ડભોઈ તાલુકામાં વડોદરી ભાગોળ, ટાવર બજાર, સેવાસદન માર્ગ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર યથાવત છે.  મંડાળા, ફરતિકુઈ, હંસાપુરા, વેગા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદી માહોલ છવાયો છે.


નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પાણી પાણી થઇ ગયા.  રબારીવાડ, દેસાઈ વગો, માખનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. નડિયાદ તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો  27 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.


મેઘરાજાની તોફાની બેટિંગ પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી અહી  ગોધરાના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે.  હાલોલ, કાલોલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાએ જમાવટ કરી.  જિલ્લા પંચાયત કચેરી પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો પરેશાની વધી છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં નોંધાયો વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુર તાલુકામાં પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પંચમહાલના જાંબુઘોડામાં સવા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પંચમહાલના ગોધરામાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ખેડાના વાસોમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં મહીસાગરના વીરપુરમાં સવા બે ઈંચ વરસાદ

  • ડેડીયાપાડા, ખેરગામમાં બે બે ઈંચ વરસાદ

  • ઉમરપાડા, કલોલ, વડોદરામાં પોણા બે ઈંચ વરસાદ

  • બારડોલી, નડીયાદ, માંડવીમાં પોણા બે ઈંચ વરસાદ

  • સુરતના માંડવી, વાઘોડીયામાં દોઢ ઈંચ વરસાદ

  • ડોલવણ, ક્વાંટ, પાવી જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • નવસારી, આંકલાવ, સુબિરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • વલસાડ, ગરૂડેશ્વર, પલસાણા, પાદરામાં સવા સવા ઈંચ વરસાદ

  • સાગબારા, દાહોદ, ગરબાડા, બરવાળામાં સવા સવા ઈંચ વરસાદ

  • સંખેડા, કામરેજ, હાલોલ, શહેરામાં સવા સવા ઈંચ વરસાદ

  • દેવગઢ બારીયા, ઝાલોદ, ધરમપુરમાં એક એક ઈંચ વરસાદ

  • મહુવા, ડેસર, વાપી, કપરાડામાં પોણો પોણો ઈંચ વરસાદ


આ પણ વાંચો 


Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો


Botad: ભાજપના જ ચેરમેને પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું, જાણો વિગત


Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં


Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં