No Entry: ધાર્મિક સ્થળોની ગરિમા જળવાય રહે તે માટે ડાકોર અને દ્રારકા બાદ હવે અન્ય મંદિરોએ દર્શનાર્થી માટે આ નવા નિયમો ઘડ્યા છે.
ધાર્મિક ઘર્મ સ્થાનો પર ગરિમા અને શાલીનતા જળવાય રહે માટે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થીના પ્રવેશ માટે કેટલાક નિયમો ઘડવામાં આવ્યાં છે. ટૂંકા વસ્ત્રો પહેરનારને હવે સોમનાથ, ડાકોર, દ્વારકા અને પાવાગઢ અને ખોડલધામના મંદિરમાં પ્રવશે નહિ મળે. જો કે અંબાજી અને ચોટીલાના ચામુંડાના મંદિરમાં દર્શન માટે હજુ સુધી કોઇ નિયમો નથી ઘડાયા.Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો
ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિર માં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઇ ફરમાવવમાં આવી છે. ટૂંકા વસ્ત્રો પહેરીને સ્ત્રી કે પુરૂષોને મંદિરમાં પ્રવેશ નહિ મળે. આ જ પ્રકારના નિર્ણય સોમાનાથ, દ્વારકા, પાવાગઢ અને ખોડલધામ માટે પણ કરવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટે તીર્થસ્થાનની પવિત્રતા અન ગરિમા જાળવાય રહે માટે આ નિર્ણય કર્યો છે. આ મંદિરમાં દર્શન માટે હવે દર્શનાર્થીઓ આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
આ ઉપરાંત પાવાગઢમાં લારી ગલ્લા અને કેબિનો સહિતના દબાણ હટાવવા પ્રશાસનની તૈયારીઓ કરી લીધી છે જો કે પ્રસાશન સામે દુકાનદારોમાં રોષ જોવા મળ્યો. 200થી વધુ દુકાનદારોએ બંધ પાળીને વિરોધ નોંઘાવ્યો હતો અને વૈકલ્પિ વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે. મંદિર આસપાસના દબાણો બે દિવસમાં હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે.
ગિરનાર પર આવેલા તીર્થધામની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે 3 મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે.
આ પણ વાંચો
Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો
Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં
Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં