નવસારી: નવસારીના પોલીસના જવાનની કામગીરીએ માનવતા મહેકાવી છે. ડીવાયએસપી ઓફિસમાં કામ કરતા હેમરાજ દેસાઈએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. 40 ડિગ્રી તાપમાન બે ગરીબ બાળકો ખુલ્લા પગે ચાલતાં જતાં જોઈ પોલીસ કર્મીનું હૃદય દ્રવી  ઉઠ્યું હતું. ખુલ્લા પગે ચાલતા બે બાળકોને પોલીસ કર્મીએ ચાર જોડી ચપ્પલ અપાવ્યા હતા. નાની એવી મદદથી સમાજમાં બદલાવ આવે એ હેતુસર મદદ કરવામાં આવી હતી. હાલમાં આ પોલીસકર્મીની ચારેતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે.


Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે


અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, કાળઝાળ ગરમી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાના આ છેલ્લા અઠવાડિયાથી સખત ગરમી પડી રહી છે.


રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 24 કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.


હવામાન વિભાગના અનુસાર, આગમી 24 કલાક દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની વધશે. ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.