પાટણ: રાધનપુરમાં ગંદકીની સમસ્યાને લઈને મહિલાઓનો હલ્લાબોલ મચાવ્યો છે. પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરતા ખળભળાટ મચ્યો છે. ચીફ ઓફિસરની ચેમ્બરમાં  કચરો ઠાલવી હાય હાયના સુત્રોચાર સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. રાધનપુર શહેરના વઢીયાર ગોડાઉન પાસેના વિસ્તારમાં ગંદકીને લઈ નગરપાલિકામાં જઈ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. 




મહિલાઓનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો કરવાં છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જે બાદ આજે મહિલાઓએ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકા કચેરીની અંદર કચરાના ઢગલા કર્યા હતા. રાઘનપુર ચીફ ઓફિસરના ટેબલ ઉપર કચરાના ઢગલા કરવામાં આવતા અરેરટી મચી છે.


સ્માર્ટ સિટી કે ભુવા સીટી?


સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે રોજ સવાર પડે અને ભુવો ન પડે તો જ નવાઈ.  સ્માર્ટ સિટી અમદાવાદ શહેર જાણે ભુવાનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.શહેરમાં ભુવા પાડવાનો સિલસિલો યથાવત છે. આજે બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો હતો.આ ભુવામાં આખે આખું સર્કલ ગરકાવ થઈ ગયું હતું. બોપલ-ઘુમાંનું  પદ્માસન સર્કલ  ભુવામાં ગરકાવ થતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું બુથ પણ ભૂવામાં ગરકાવ થયું છે.


હજુ પણ શહેરમાં ભુવા રાજ યથાવત


ગઈ કાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર ચાર રસ્તા ઉપર  ભુવો પડ્યો હતો. પહેલા એક ભુવો પડ્યો અને તરત જ તેની બાજુમાં બીજો ભૂવો પડ્યો. હવે ભુવો એટલો ઊંડો હતો કે પ્રશાસને બેરીકેટ લગાવવા તો પડે પરંતુ બેરીકેટ 500 મીટર દૂર પણ લગાવ્યા જેથી કરીને વાહન ચાલકોની અવરજવર ન  થઈ શકે. જોકે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તારમાં તો ભુવો પડતો જ હોય છે. જો અહીંયા આગળ ભુવો ન પડે તો જ અમને નવાઈ લાગે ત્યારે ગઈકાલે જ્યારે ભુવો પડ્યો ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં જોવા મળી. પહેલા એવી અફવા હતી કે કોઈ વ્યક્તિ ભુવામાં પડી ગયું છે પરંતુ તપાસ કરતા કોઈ અંદર ન હતું.




આ ઉપરાંત અમદાવાદના દરિયાપુર દરવાજા આગળ પણ ભુવો પડ્યો હતો. રસ્તાની વચ્ચે જ ભુવો પડવાના કારણે વાહન વ્યવહરને અસર પડી હતી. હાલમાં અમદાવાદના અનેક એવા વિસ્તારોમાં છે જ્યા ભુવા પડ્યા છે. જેને લઈને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ વર્ષે પહેલીવાર નથી જ્યારે અમદાવાદમાં ભુવા પડ્યા હોય. દર વર્ષ અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત કરે છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, ટ્રાફિક વાળા વિસ્તારોમાં ભુવા પડવાને કારણે લોકોને અવર જવરમાં તો હાલાકી પડે જ છે આ ઉપરાંત વાહનો લઈને જતા ચાલકોના જીવને પણ જોખમ રહે છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial