કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખતા આ વખતે ટણી પંચે એવુ નક્કી કર્યુ છે કે, 80 વર્ષી વધુ ઉંમરની વ્યક્તિ, દિવ્યાંગ હોય અથવા કોરોના પોઝિટિવ હોય તેવી વ્યક્તિ ટપાલથી મદતાન કરી શકશે. જોકે આ માટે મતદારે ફોર્મ-12 ડીમાં જરૂરી વિગતો-દસ્વાવેજો સાથે ચૂંટમી પંચને અરજી કરવાની રહેશે. આ માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેના પાંચ દિવસની અંદર અરજી કરવાની રહેશે. કોરોના પોઝિટિવ દર્દીએ આરોગ્ય અધિકારીનું પ્રમાણપત્ર આપવું પડશે. આવી તમામ અરજીઓ ચકાસણી કર્યા બાદ ચૂંટણી અધિકારી દ્વારા મતદારને ટપાલ મતપત્ર આપવામાં આવશે.
આ માટે આ તમામ લોકોને ઘરે જઈને ટપાલ મતદાન માટેની પ્રક્રિયાની સમજ પણ આપવામાં આવશે. આ માટે ચૂંટણી પંચ કર્મચારીઓની ખાસ ટીમ બનાવશે. મતદારે ટપાલ મતપત્રકમાં ચોકડી અથવા ખરાની નિશાની કરવાની રહેશે. મતપત્રક સીલ બંધ કવરમાં મૂકી ચૂંટણીના એક દિવસ અગાઉ એકત્ર કરાશે.