ગાંધીનગર:  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઔદ્યોગિક એકમમાં થયેલા શ્રમિકોના મોત અંગે સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રીએ આપ્યો છે. છેલ્લા બે વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લાના ઔધોગિક એકમોમાં શ્રમિકોના મૃત્યુના આંકડા આપવામાં આવ્યા હતા.  અકસ્માતમાં ભરૂચ જિલ્લામાં ઔધોગિક એકમોમાં 65 શ્રમિકોના મૃત્યુ થયા છે.  જ્યારે અકસ્માતમાં સુરત જિલ્લામાં ઔધોગિક એકમોમાં 77 શ્રમિકોના મૃત્યુ થયા છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય ચુકવવામાં આવી આવી નથી. આવા કિસ્સામાં નિયમ મુજબ ઔદ્યોગિક એકમ સહાય ચૂકવે છે તેવો સરકારે જવાબ આપ્યો હતો. 


અમદાવાદ શહેર જિલ્લામાં બે વર્ષમાં ૨૭ આગની ઘટનાઓમા ૧૦ લોકોના મૃત્યુ થયા


તો બીજી તરફ અમદાવાદ અને સુરત શહેર જીલ્લામાં ઔધોગિક એકમોમાં આગના કારણે બે વર્ષમાં ૨૯ લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર જિલ્લામાં બે વર્ષમાં ૨૭ આગની ઘટનાઓમા ૧૦ લોકોના મૃત્યુ થયા જયારે ૬ લોકોને ઈજા થઈ હતી. સુરત શહેર જીલ્લામાં ૬૫ ઘટનાઓમા ૧૯ લોકોના મોત થયા જયારે ૩૩ લોકોને ઈજા થઈ હતી. આ સવાલ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછ્યો હતો જેનો સરકારે જવાબ આપ્યો હતો.


રાજ્યના 6 જિલ્લામાં 131 ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાનો ભંગ કરવામાં આવ્યો


બનાસકાંઠા જિલ્લામાં 19
જામનગર જિલ્લામાં 17
સુરેન્દ્રનગર જીલ્લામાં 13
કચ્છ જિલ્લામાં 76
મહીસાગર જિલ્લામાં 3
છોટાઉદેપુર જિલ્લામાં 3


મહેસાણાના રાજકારણમાં ભડકો


મહેસાણા: વિજાપુરના રાજકારણમાં ફરી ભડકો થયો છે. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને એપીએમસીની ચૂંટણી લડવી ભારે પડી છે. પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીઆઈ પટેલે ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી ચૂંટણી લડી હતી. તો ભરત પટેલે પણ વ્યક્તિગત ઉમેદવારી નોંધાવી હતી.


ભાજપ અગ્રણીઓ સામે જૂથવાદનો આક્ષેપ કર્યો હતો


પીઆઈ પટેલ અને સુરેશભાઈ પટેલનો એપીએમસી ચૂંટણીમાં વિજય થયો હતો. તો ભરત પટેલની ચૂંટણીમાં હાર થઈ હતી. તો બીજી તરફ સુરેશભાઈ પટેલનો જિલ્લા ભાજપ પ્રમુખને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પત્રમાં પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ સામે જૂથવાદનો આક્ષેપ કર્યો હતો. જે બાદ હવે પાર્ટીએ આ તમામ લોકો પર કાર્યવાહી કરી છે.