Panchmahal:  જંત્રી વધારાનાં અમલીના સમય માં વધારો કરવામાં આવ્યા બાદથી ગોધરા જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં મિલ્કત સંબધી નોધણી માટે આવતાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માત્ર એક મહિનામા સ્ટેમ્પ ડ્યુટી માં રૂપિયા 4.50 કરોડ રેકોર્ડ બ્રેક આવક નોધાઇ છે.

માત્ર એક મહીનામાં 10897 મિલત સંબધી દસ્તાવેજ નોંધણી કરવામાં આવી છે. જેને લઈ સ્ટેમ્પ ડયુટીનાં રૂપિયા 4,.50. કરોડ ની આવક થઇ છે જ્યારે મિલ્કત નોંધણીમાં પણ રૂપિયા 72.99 લાખ ની ધરખમ આવક નોંધાઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં સામન્ય દિવસ કરતાં ચાર ગણા લોકોના ઘસારા સાથે જંત્રીની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. દસ્તાવેજી નોધણી માટે ઓનલાઈન ટોકન 31માર્ચ સુધીનાં રજીસ્ટ્રેશન થયા છે, જેના કારણે વધુ ટોકન ફાળવવા અને બપોરના સમયનો સ્લોટ ફાળવવાની માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જંત્રીની રકમમાં વધારો કરવામાં આવ્યો, જે બાદ બિલ્ડર લોબીના ભારે વિરોધના કારણે જંત્રી વધારાની અમલવારી મુદ્દતમાં 15 એપ્રિલ સુધીનો વધારો કરવામાં આવ્યો. જેના પગલે જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીમાં માં મિલકત સંબધિત દસ્તાવેજ નોધણી માંટે આવતાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.




જંત્રી એટલે શું ?


જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.


કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ


ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે. જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.