Salangpur Controversy:  સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સ્વામીનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું.



 



ડો.સંત વલ્લભ સ્વામીએ  કહ્યું કે, સાળંગપુર મંદિર ખાતે ચાલતા વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા છે. આ મામલે સંત સમિતિની નિમણુક કરાઈ છે. સમિતિ ચર્ચા વિચારણાના આંતે નિર્ણય લેવામાં આવશે. જો કે, મહત્વની વાત એ છે કે, 3 કલાકના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ ભીંતચિંત્રો હટાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.  ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયાના એકપણ સવાલનો જવાબ આપ્યો નહોતો. હજુ પણ સળગતો સવાલ એજ છે કે, સાળંગપુર ખાતે લગાવવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ચિત્રને ક્યારે હટાવવામાં આવશે.


રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત


સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે. રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે. 


તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે.  ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ Rssના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ 15થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી


 



ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી



સાંળગપુર ભીંત ચિત્રોનાવિવાદને લઇને અખિલ ભારતીય સંત સમિતિએ  મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવાઇ છે.  ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન તેમને આ પદથી દૂર કરવામાં આવ્યા છે. લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.